ઈંધણના ભાવ ફરી વધ્યા

ઈંધણના ભાવ ફરી વધ્યા
દોઢ માસમાં પેટ્રોલ 7.18 અને ડીઝલ 7.4પ રૂપિયા મોંઘું થયું
નવી દિલ્હી, તા. 22 : સરકારી ઓઈલ માર્કેટિંગ કંપનીઓ પેટ્રોલ-ડીઝલનો ભાવ છેલ્લા કેટલાંક સમયથી એકાંતરા વધારતી હોય તેવો ઘાટ છે. સોમવારે ભાવ સ્થિર રહ્યા બાદ આજે મંગળવારે ફરી એકવાર મોંઘવારીનો હળવો ડામ આપી દેવામાં આવ્યો છે. જેમાં પેટ્રોલનાં ભાવ લિટરે 28 પૈસા અને ડીઝલનો ભાવ 26 પૈસા વધી ગયો છે. 
મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, તેલંગણ, આંધ્રપ્રદેશ જેવા રાજ્યોનાં અનેક શહેર અને ગામોમાં પેટ્રોલનાં ભાવ 100 રૂપિયાની અભૂતપૂર્વ સપાટીથી ઉપર જતાં રહ્યા છે. દેશનાં અન્ય ભાગોમાં પણ હવે પેટ્રોલનો ભાવ 100 રૂપિયાની વિક્રમી સપાટીની નજીક સરકવા લાગ્યા છે. મે માસથી અત્યાર સુધીમાં ઈંધણનાં ભાવોમાં કુલ 28 વખત વધારો કરવામાં આવ્યો છે. જ્યારે 25 દિવસ ભાવ સ્થિર રહ્યા હતાં. મે માસમાં કુલ 16 વખત અને જૂનમાં 12મી વખત ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. આ દરમિયાન પેટ્રોલનાં ભાવમાં 7.18 અને ડીઝલનાં ભાવમાં 7.4પ રૂપિયાનો વધારો થઈ ગયો છે. 

Published on: Wed, 23 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer