15 અૉગસ્ટથી 15 સપ્ટેમ્બર વચ્ચે યોજાશે CBSE ધો.12ની પરીક્ષા

15 અૉગસ્ટથી 15 સપ્ટેમ્બર વચ્ચે યોજાશે CBSE ધો.12ની પરીક્ષા
પરીક્ષાર્થીઓએ અૉનલાઈન રજિસ્ટ્રેશન કરાવવું પડશે
નવી દિલ્હી, તા.22 : કેન્દ્રિય માધ્યમિક શિક્ષણ બોર્ડ (સીબીએસઈ) નું ધો.12નું પરિણામ 31 જૂલાઈ સુધીમાં ધો.10, 11 અને 12માની પ્રી બોર્ડ પરીક્ષા અને પ્રેકિટકલમાં આવેલા ગુણના આધારે જાહેર કરવામાં આવનાર છે. દરમિયાન જે વિદ્યાર્થીઓ પોતાના પરિણામથી સંતુષ્ઠ ન હોય તેમને વૈકલ્પિક પરીક્ષા આપવાની તક આપવામાં આવશે.
સીબીએસઈએ સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું દાખલ કરી જણાવ્યુ કે 15 ઓગષ્ટથી 15 સપ્ટેમ્બર વચ્ચે ધો.12ની લેખિત પરીક્ષા યોજાશે અને તે માટે વિદ્યાર્થીઓએ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવાનુ રહેશે. જો કે પરીક્ષાનું આયોજન કોરોનાની પ્રવર્તમાન સ્થિતી પર આધારીત રહેશે. પરીક્ષા માત્ર મુખ્ય વિષયોની લેવામાં આવશે અને જે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપવાનો વિકલ્પ સ્વીકાર્યો હશે તેને જે ગુણ મળવશે તે ફાઈનલ ગણાશે.
Published on: Wed, 23 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer