કાશ્મીર મુદ્દે બેઠક પૂર્વે મહેબૂબાનો પાકિસ્તાન પ્રેમ ઊભરાયો

કાશ્મીર મુદ્દે બેઠક પૂર્વે મહેબૂબાનો પાકિસ્તાન પ્રેમ ઊભરાયો
વડા પ્રધાને બોલાવેલી બેઠકમાં ગુપકર જોડાશે : ફારુક અબદુલ્લા
નવી દિલ્હી, તા. 22 : દિલ્હીમાં કાશ્મીરના નેતાઓ સાથે ગુરુવારે યોજાનારી પીએમની સર્વપક્ષીય બેઠકમાં ગુપકાર જોડાણ સામેલ થશે એમ પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લાએ જણાવ્યું હતું. જોકે બેઠક અગાઉ પીડીપીના નેતા મહેબૂબા મુફ્તીનો પાકિસ્તાનપ્રેમ જાગી ઉઠયો છે. તેમણે કેન્દ્ર સરકાર પાકિસ્તાન સાથે વાત કરે તેવી માંગ કરી હતી. જો દોહમાં તાલિબાન સાથે વાત થઈ શકતી હોય તો કાશ્મીરમાં પણ થવી જોઈએ.
ગુપકાર જોડાણની એક બેઠક આજે જમ્મુમાં ફારૂક અબ્દુલ્લાના નિવાસે યોજાઈ હતી. જેમાં સર્વપક્ષીય બેઠકને લઈને રણનીતિ તૈયાર કરવામાં આવી હતી. બેઠક બાદ પત્રકારોને સંબોધતાં ફારૂક અબ્દુલ્લાએ કહ્યું કે સર્વપક્ષીય બેઠકમાં નેશનલ કોન્ફરન્સ, પીડીપી સહિત એ તમામ પક્ષો જોડાશે જેમને આમંત્રણ આપવામાં આવ્યું છે. અમને કોઈ એજન્ડા આપવામાં આવ્યો નથી એટલે વડાપ્રધાન અને ગૃહમંત્રી સમક્ષ અમે અમારો પક્ષ રાખીશું.
પીડીપીના વડા મહેબૂબા મુફ્તીએ કહ્યું કે અમારા પાસેથી જે છીનવાઈ ગયું છે તેના વિશે જ અમે વાત કરશું. તેમનો ઈશારો કલમ-370 તરફ હતો. આ પછી વહીદ પારાનું નામ લીધા વિના તેમણે કહ્યું કે રાજકીય કેદીઓને મુક્ત કરવા જોઈએ. તેઓ કેદીઓની મુક્તિની માંગ કરશે.
Published on: Wed, 23 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer