પાકિસ્તાનમાં આતંકવાદીના આંગણે જ વિસ્ફોટ

પાકિસ્તાનમાં આતંકવાદીના આંગણે જ વિસ્ફોટ
હાફિઝ સઈદના ઘર પાસે ખતરનાક ધડાકાથી લાહોર ધ્રૂજ્યું : બેનાં મોત, 17 ઘાયલ
લાહોર, તા. 23 : આતંકવાદી પર જ આતંકવાદી કૃત્યની લોહિયાળ હિંસાની ઘટનામાં પાકિસ્તાનના લાહોર શહેરમાં આતંકવાદી સંગઠન લશ્કર-એ-તોયબાના વડા હાફિઝ સઇદના ઘર પાસે એક ખતરનાક ધડાકો થયો છે. આ વિસ્ફોટમાં બે લોકોનાં મોત થયાં છે, તો અન્ય 17 જણ ઘાયલ થઇ ગયા હતા. જેમાંથી આઠની હાલત ગંભીર બતાવાઇ હોવાથી હજુ મરણાંક વધવાની ભીતિ છે.
મુંબઇ હુમલાનો માસ્ટર માઇન્ડ હાફિઝ સઇદ જ્યાં રહે છે તે લાહોરના જોહર ટાઉન વિસ્તારમાં બુધવારે થયેલો વિસ્ફોટ?શક્તિશાળી હતો કે, આસપાસની ઇમારતોમાં બારીના કાચ તૂટી ગયા હતા, તો અનેક વાહનો ક્ષતિગ્રસ્ત થયાં હતાં. નજરે જોનાર એક સાક્ષીએ કહ્યું હતું કે, એક અજાણ્યા શખ્સે પાર્કિંગમાં વાહન ઉભાડયું અને ત્યાંથી ચાલ્યો ગયો પછી વિસ્ફોટ?થયો હતો.
`ડોન અખબાર'ના અહેવાલ અનુસાર લાહોરના નાયબ કમિશનરે કહ્યું હતું કે, ધડાકામાં મહિલાઓ અને બાળકો પણ ઘાયલ થયા છે. રાહત-બચાવકાર્ય તાત્કાલિક શરૂ કરવા સાથે સમગ્ર વિસ્તારને  ઘેરી લઇ ધડાકાનું કારણ જાણવા તપાસ હાથ ધરાઇ છે. લાહોરના જોહર ટાઉનમાં જ હાફિઝ સઇદનું ઘર છે, પરંતુ મુંબઇ હુમલાનો સૂત્રધાર અત્યારે  કેટ લખપણ જેલમાં કેદ છે. સૂત્રોના જણાવ્યાનુસાર હાફિઝ સઇદના ઘરને સબજેલમાં ફેરવી દેવાયું છે. સબ જેલનો મતલબ છે કે, હાફિઝ ઘરમાં આવી જઇ શકે છે.
Published on: Thu, 24 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer