બાળકો માટેની વૅક્સિન સપ્ટેમ્બરમાં ?

બાળકો માટેની વૅક્સિન સપ્ટેમ્બરમાં ?
નવી દિલ્હી,તા. 23 : બાળકો માટેની વેક્સિન સપ્ટેમ્બર મહિનામાં આવી શકે છે. એઇમ્સનું કહેવું છે કે, બાળકો પર વેક્સિનને લઇને ચાલી રહેલી બીજી-ત્રીજી ટ્રાયલ પૂર્ણ થયા બાદ સપ્ટેમ્બરમાં 2 થી 18 વર્ષની ઉંમરનાં બાળકો માટેની વેક્સિન આવી જશે અને એ જ મહિનામાં મંજૂરી પણ મળી જશે. બીજી તરફ એવું કહેવામાં આવી રહ્યું છે કે આગામી કેટલાંક દિવસોમાં ફાઈઝર વેક્સિનને ભારતમાં મંજૂરી મળી જશે અને આ વેક્સિન 12 થી 18 વર્ષની ઉંમરના બાળકોને આપવામાં આવી શકે છે.
ફાઇઝરને મંજૂરી મળી જાય અને સપ્ટેમ્બરમાં બાળકો માટેની વેક્સિન ઉપલબ્ધ થઇ જાય તો 12 થી 18 વર્ષની ઉંમરનાં બાળકો માટે વેક્સિનનાં બે વિકલ્પ હશે. પ્રાપ્ત જાણકારી મુજબ, ત્રીજી લહેરની આશંકા અને બાળકો પર જોખમને જોતા ફાઈઝરને થોડાં જ દિવસોમાં મંજૂરી મળી શકે છે. જેને જુલાઈનાં મધ્ય કે અંતમાં 12 થી 18 વર્ષની ઉંમરના બાળકોને વેક્સિન અપાશે. અમેરિકામાં બાળકોને આ વેક્સિન આપવામાં આવી રહી છે. હેલ્થ એક્સપર્ટનું કહેવું છે કે, બીજી લહેરમાં 12 થી 18 વર્ષની ઉંરનાં જ બાળકો વધારે સંક્રમિત થયા હતાં, એટલે તેઓને વેક્સિન આપવાની તાતી જરૂર છે.
Published on: Thu, 24 Jun 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer