અક્ષય કુમારની બચ્ચન પાંડેનું શૂટિંગ અંધેરીના મલ્ટિપ્લેક્સમાં

અક્ષય કુમારની બચ્ચન પાંડેનું શૂટિંગ અંધેરીના મલ્ટિપ્લેક્સમાં
અક્ષય કુમાર, ક્રીતિ સેનન, અરશદ વારસી, રિતેશ દેશમુખ અભિનિત ફિલ્મ બચ્ચન પાંડેનું  શૂટિંગ અંતિમ તબક્કામાં પહોંચી ગયું છે. હાલમાં આ ફિલ્મનું શૂટિંગ થાણેમાં ચાલી રહ્યું છે. હવે તેઓ અંતિમ દૃશ્યોના શૂટિંગની તૈયારી કરી રહ્યા છે અને તેનું શૂટિંગ અંધેરીના મલ્ટિપ્લેકસમાં થશે. આ દૃશ્યનું શૂટિંગ થયા પછી મોટા ભાગની ફિલ્મ પૂરી થશે અને અક્ષય રક્ષાબંધનનું શૂટિંગ શરૂ કરશે. હાલમાં સિનેમા હૉલ બંધ છે. આથી શૂટિંગ માટે ખાસ પરવાનગી લેવામાં આવી છે. આ શૂટિંગમાં બસ્સો આર્ટિસ્ટ જમા થવાના છે. આથી તે સંપૂર્ણ વિસ્તારને કોર્ડન કરવામાં આવશે. શૂટિંગમાં ભાગ લેનાર દરેકનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો છે. શૂટિંગ કુલ ત્રણ દિવસ ચાલશે.
Published on: Fri, 23 Jul 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer