જૅનિફર વિન્ગેટ કોવિડ-19 પૉઝિટિવ

જૅનિફર વિન્ગેટ કોવિડ-19 પૉઝિટિવ
અભિનેત્રી જૅનિફર વિન્ગેટનો કોવિડ-19નો ટેસ્ટ રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે. અભિનેત્રી કોડ એમની બીજી સીઝનનું શૂટિંગ શરૂ કરવાની હતી ત્યારે કોરોનાનો ટેસ્ટ કરાવતાં તે સંક્રમિત થઈ હોવાની જાણ થઈ હતી. હાલમાં તે પોતે આઈસોલેટ થઈ ગઈ છે અને જરૂરી સારવાર લઈ રહી છે. જોકે, તેના લીધે શૂટિંગ વિલંબમાં મૂકાઈ ગયું છે. થોડા દિવસ અગાઉ જ તેણે સોશિયલ મીડિયા પર શૂટિંગ વિશેની જાણકારી આપી હતી. શૂટિંગ શરૂ કરવા અગાઉ તકેદારીરૂપે દરેક કલાકાર કસબીનો કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો જેમાં તે પૉઝિટિવ હોવાની જાણ થઈ હતી. 

Published on: Fri, 23 Jul 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer