જળયુક્ત શિવારના 900 વર્ક અૉર્ડરની તપાસને ફડણવીસનો આવકાર

મુંબઈ, તા. 22 (પીટીઆઈ) : મહારાષ્ટ્રની મહાવિકાસ આઘાડી સરકાર દ્વારા જળયુક્ત શિવાર યોજનાના 900 વર્ક અૉર્ડર હેઠળ થયેલાં કામોની તપાસ એન્ટિ કરપ્શન બ્યૂરો મારફતે કરાવવાનો આદેશ આપવામાં આવ્યો છે. ભાજપના આગેવાન અને વિધાનસભાના વિપક્ષી નેતા દેવેન્દ્ર ફડણવીસે આ નિર્ણયને આવકાર્યો છે.
દેવેન્દ્ર ફડણવીસની આગેવાની હેઠળની અગાઉની સરકારની આ ફલેગશિપ સ્કીમ હતી. આ સ્કીમ હેઠળ વર્ષ 2014-2019ના ગાળામાં અનેક કામો કરવામાં આવ્યાં હતાં. ફડણવીસે જણાવ્યું હતું કે જળયુક્ત શિવારનાં 900 કામોની એન્ટિ કરપ્શન બ્યૂરો દ્વારા તપાસને હું આવકારું છું. 
મારા કાર્યકાળ દરમિયાન મેં 600 કામોની તપાસના આદેશ આપ્યા હતા. આ સ્કીમનો અમલ જિલ્લા કલેકટરની દેખરેખ હેઠળ કરવામાં આવે છે. આ સ્કીમમાં કલેકટરની કચેરીનાં સાત ખાતાઓ સંકળાયેલાં હોય છે એમ ફડણવીસે ઉમેર્યું હતું.

Published on: Fri, 23 Jul 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer