રસીના બન્ને ડૉઝ લેનારાઓને માટે લોકલમાં પ્રવાસ શક્ય

મુંબઈ/પુણે, તા. 22 : જેમણે કોવિડ વૅક્સિનના બન્ને ડૉઝ લઈ લીધા છે તેમને નિયંત્રણોમાં વધુ રાહત અપાય એવી પૂરી શક્યતા છે. આ બાબતમાં સરકારની અંદર લગભગ સર્વસંમતિ પ્રવર્તી રહી છે.
બે ડૉઝ લઈ લેનારા નાગરિકોને મુંબઈની લોકલ ટ્રેનમાં પ્રવાસ કરવાની છૂટ મળી શકે તેમ છે. રાજ્યના આરોગ્યપ્રધાન રાજેશ ટોપેએ બુધવારે જણાવ્યું હતું કે જેમણે વૅક્સિનના બન્ને ડૉઝ લઈ લીધા છે તેમને ચૅપ લાગવાની શક્યતા ઘટી જાય છે તેમ જ તેઓ ચૅપ ફેલાવે એવી સંભાવના પણ નહિવત્ બની જાય છે. 
Published on: Fri, 23 Jul 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer