મુંબઈને પાણી પૂરું પાડતાં તાનસા અને મોડક સાગર છલકાયાં

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 22 : મુંબઈગરાને પાણી પૂરું પાડતાં બે મહત્ત્વનાં તળાવો તાનસા અને મોડક સાગર આજે છલકાયાં છે. મોડક સાગર આજે વહેલી સવારે 3.24 વાગ્યે અને તાનસા સવારે 5.48 વાગ્યે છલકાયું હતું. ગત વર્ષે મોડક સાગર 18મી અૉગસ્ટે અને તાનસા 20મી અૉગસ્ટે છલકાયું હતું.
પાલિકાનાં સૂત્રોએ જણાવ્યું હતું કે મુંબઈને પાણી પૂરું પાડતાં સાત જળાશયોમાં કુલ ક્ષમતા 1,44,736.3 મિલિયન લિટર છે. હાલ આ તળાવમાં 77,956 મિલિયન લિટર પાણી છે. અર્થાત્ આ તળાવોમાં તેની કુલ ક્ષમતાના પ્રમાણમાં 53.86 ટકા પાણી છે. 
અહીં ઉલ્લેખનીય છે કે તુલસી અને વિહાર તળાવ આ પહેલાં જ છલકાઈ ચૂક્યાં છે. અન્ય ત્રણ તળાવોની પાણીની સપાટીમાં પણ ભારે વરસાદને કારણે સતત વધારો થઈ રહ્યો છે.

Published on: Fri, 23 Jul 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer