જીએસટી ટ્રિબ્યુનલના ઝડપી ગઠન માટે સુપ્રીમ કોર્ટમાં અરજી

નવી દિલ્હી, તા. 22 : સુપ્રીમ કોર્ટમાં જીએસટી ટ્રિબ્યુનલના ગઠનની માગણી કરતી એક અરજી દાખલ કરવામાં આવી છે. અરજી ઉપર જલ્દી સુનાવણી થવાની શક્યતા છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે જીએસટી અસ્તિત્વમાં આવવાના ચાર વર્ષ બાદ પણ ટ્રિબ્યુનલનું ગઠન કરવામાં આવ્યું નથી. અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે ટ્રિબ્યુનલની અનુપસ્થિતિમાં પીડિત નાગરીક સંબંધિત ઉચ્ચ ન્યાયાલયનો દરવાજો ખખડાવવા માટે મજબૂર છે અને તેનાથી ઉચ્ચ ન્યાયાલયોમાં પણ બોજ વધી રહ્યો છે. અધિવક્તા અમિત સાહની દ્વારા દાખલ કરવામાં આવેલી જનહિતની અરજીમાં કહેવામાં આવ્યું છે કે, ટ્રિબ્યુનલ ન હોવાથી અરજદારોને યોગ્ય સમયમાં ન્યાય મળી શકતો નથી અને તેનાથી દેશભરમાં પીડિત નાગરીકોને વધુ મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
Published on: Fri, 23 Jul 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer