ધરપકડથી બચવા માટે રાજ કુન્દ્રાએ પોલીસને રૂા. 25 લાખની લાંચ આપી હતી

ધરપકડથી બચવા માટે રાજ કુન્દ્રાએ પોલીસને રૂા. 25 લાખની લાંચ આપી હતી
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 22 : પોર્ન મીવી શૂટ કરવાના આરોપમાં ધરપકડ કરાયેલા બિઝનેસમૅન રાજ કુન્દ્રા અંગે એક આરોપીએ ખુલાસો કર્યો છે કે રાજ કુન્દ્રાએ ધરપકડથી બચવા માટે મુંબઇ પોલીસની ક્રાઇમ બ્રાંચને 25 લાખ રૂપિયાની લાંચ આપી હતી. પોર્ન મૂવી કેસમાં અરવિંદ શ્રીવાસ્તવ ઉર્ફ યશ ઠાકુર પણ ફરાર આરોપી છે. તેણે ઇમેલ કરીને માર્ચમાં એન્ટિ કરપ્શન બ્યૂરો (એસીબી)ને ફરિયાદ કરી હતી તે સમયે એસીબીએ આ ફરિયાદ મુંબઇ પોલીસ કમિશનરની અૉફિસમાં મોકલી હતી. જોકે, શહેરની પોલીસ અધિકારી આ અંગે ચુપકીદી સેવી હતી. બુધવારે ક્રાઇમ બ્રાંચે રાજ કુન્દ્રાની અંધેરીની અૉફિસમાં છાપેમારી કરી હતી. માર્ચમાં પોલીસે અરવિંદ શ્રીવાસ્તવના બે એકાઉન્ટ સીઝ કર્યાં હતાં જેમાં 4.5 કરોડ રૂપિયા હતા. 
રાજ કુન્દ્રા પોર્ન મૂવી કેસની તપાસ કરી રહેલી ક્રાઇમ બ્રાંચનાં સૂત્રો અનુસાર પોલીસે આરોપી ઉમેશ કામતે બનાવેલા 70 વીડિયો જપ્ત કર્યા હતા. 
Published on: Fri, 23 Jul 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer