મર્ડર મિસ્ટરી મીમાંસામાં સ્વરા ભાસ્કર

મર્ડર મિસ્ટરી મીમાંસામાં સ્વરા ભાસ્કર
મર્ડર મિસ્ટરી ફિલ્મો દરેક વર્ગના પ્રેક્ષકને ગમે છે. અભિનેત્રી સ્વરા ભાસ્કરે આવી જ એક ફિલ્મમાં તપાસકર્તા પોલીસ અધિકારીનું પાત્ર સ્વીકાર્યું છે. આ ફિલ્મનું શીર્ષક મીમાંસા અને તેના દિગ્દર્શક ગગન પુરી છે. ફિલ્મમાં સ્વરાની સાથે બિજન્દ્ર કાલા છે. અગાઉ સ્વરાએ ફિલ્મ ફ્લેશમાં પોલીસ ઈન્સ્પેકટરનું પાત્ર ભજવ્યું હતું. મીમાંસામાં તે ભોપાળની ઈન્સ્પેકટર અધીરા દીક્ષિત બની છે. તેણે જણાવ્યું હતું કે, આ ફિલ્મનાં શૂટિંગનો અનુભવ અલગ જ હતો. જે પ્રમાણે તપાસ કરવામાં આવે છે તે અત્યંત રસપ્રદ છે. આ જ કારણે મારા માટે આ ફિલ્મ ખાસ છે.


Published on: Thu, 29 Jul 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer