મોબ લિન્ચિંગના વર્તમાન કાયદાની સમીક્ષા જારી

નવી દિલ્હી, તા.28 : દેશના વિવિધ ક્ષેત્રોમાં લિન્ચિગ સાથે સંકળાયેલી ઘટનાઓ પર એક્શન લઈને બુધવારે કેદ્રીય ગૃહ મંત્રાલયે સંસદમાં નિવેદન આપ્યું હતું. ગૃહ મંત્રાલયના કહેવા પ્રમાણે સરકાર દ્વારા વર્તમાન ક્રિમિનલ લોનો રિવ્યુ કરવામાં આવી રહ્યો છે. ગૃહ મંત્રાલયે નિવેદન આપ્યું હતું કે, સરકાર વર્તમાન કાયદાનો રિવ્યુ કરીને આ પ્રકારની લો એન્ડ ઓર્ડર સાથે સંકળાયેલી સ્થિતિ પ્રમાણે તૈયાર કરી રહી છે. 
ગૃહ મંત્રાલયે રાજ્ય સભામાં જણાવ્યું કે, સરકારનો પ્રયત્ન છે કે, સમાજમાં એક એવું લીગલ સેક્શન બનાવવામાં આવે જે સામાન્ય લોકો માટે સરળ હોય. તે સિવાય સરકારે ફેક ન્યૂઝ અને અફવાઓને રોકવા માટે સિસ્ટમને મજબૂત કરી છે જે ભીડને ઉશ્કેરવાની, લિન્ચિગ જેવી ઘટનાઓમાં ભૂમિકા ભજવે છે.

Published on: Thu, 29 Jul 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer