આરોગ્ય મંત્રાલયમાં આઈડિયા બૉકસ : માંડવિયાની અનોખી પહેલ

નવી દિલ્હી, તા.28 : કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રી તરીકે જવાબદારી સંભાળ્યા બાદ મનસુખ માંડવિયા એકશન મોડમાં છે. નિર્માણ ભવનમાં સ્વાસ્થ્ય મંત્રાલયના દરેક માળે આઈડિયા બોકસ લગાવવામાં આવ્યું છે. સ્વાસ્થ્ય મંત્રાલયમાં આવ્યા બાદ માંડવિયાએ ભવનમાં કેટલાક બદલાવ કર્યા છે. જેમાં દરેક ફલોર પર આઈડિયા બોકસ ધ્યાનાકર્ષક બન્યા છે. લાકડાંના બનેલા આ બોકસ પર આઈડિયા બોકસ એવું લખેલું છે. નિર્માણ ભવનમાં દાખલ થનારા વ્યક્તિઓની નજર આ બોકસ પર પડે છે. સૂત્રો અનુસાર સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ જવાબદારી સંભાળ્યા બાદ મંત્રાલયના સીનિયર અધિકારીઓ સાથે બેઠક કરી પોતાની કામકાજની રીતથી અવગત કર્યા હતા. 3 વિભાગીય લક્ષ્ય નક્કી કરી મોટા ટાર્ગેટને એક નિર્ધારીત સમયમાં પૂર્ણ કરવા તાકીદ કરી હતી. 

Published on: Thu, 29 Jul 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer