ગુજરાતનાં આઠ શહેરોમાં રાત્રિ કફર્યુ લંબાવાયો

અમદાવાદ, તા. 14 : ગુજરાતમાં સરકાર બદલતાની સાથે જ ભૂપેન્દ્રપટેલની નવી સરકારના રાજમાં આ સૌથી મોટો અને પહેલો નિર્ણય કહી શકાય તેમ રાજ્યના આઠ મહાનગરોમાં તા. 25 સપ્ટેમ્બર સુધી રાત્રિ કફર્યૂ લંબાવવામાં આવ્યો છે. રાત્રિના 11 થી લઈને સવારના 6 વાગ્યા સુધી આઠ મહાનગરોમાં રાત્રિ કફર્યૂ યથાવત રહેશે. અલબત્ત ગણેશ મહોત્સવ પૂરતી રાત્રીનાં 1 કલાક પૂરતી વિશેષ છૂટ યથાવત રહેશે.
ગુજરાતનાં 8 મહાનગરો, અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ગાંધીનગર, જામનગર, ભાવનગર અને જૂનાગઢમાં 25 સપ્ટેમ્બર સુધી રાત્રી કફર્યૂ અમલમાં રહેશે. જેમાં રાત્રે 11 વાગ્યેથી સવારે 6 વાગ્યા સુધી કફર્યૂ અમલી રહેશે. અત્રે નોંધનીય છે કે, ગુજરાતમાં કોરોનાના કેસમાં થઈ રહેલા ઘટાડાનો ક્રમ જારી છે. છેલ્લા 24 કલાકમાં 12નવા કેસ નોંધાયા છે જ્યારે સળંગ 10માં દિવસે કોરોનાથી એકપણ મૃત્યુ નોંધાયું નથી.
Published on: Wed, 15 Sep 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer