દહિસરમાં મૂષકયાત્રા કાઢવા બદલ આપ ના કાર્યકરોની ધરપકડ

દહિસરમાં મૂષકયાત્રા કાઢવા બદલ આપ ના કાર્યકરોની ધરપકડ
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 14 : મુંબઈ મહાપાલિકાની ચૂંટણીને આડે માંડ છ માસ જેટલો સમય બાકી છે ત્યારે આમ આદમી પાર્ટી - `આપ' દ્વારા આજે દહિસરમાં લોકોની સમસ્યા જાણવા `મૂષકયાત્રા'નું આયોજન કરવામાં આવ્યું હતું.
`આપ'ના સ્થાનિક આગેવાનો ગોપાલ ઝવેરી, સુમિત્રા શ્રીવાસ્તવ અને કુણાલ પવારના વડપણ હેઠળ `મૂષકયાત્રા' કાઢવામાં આવી હતી, આ યાત્રા દહિસરમાં ટોલનાકાથી શરૂ થઈ ત્યાં જ પોલીસે તેના આઠ કાર્યકરોની ધરપકડ કરી હતી. બાદમાં તેઓને આજે સાંજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. ત્યાં ન્યાયાધીશે તેઓને જામીન ઉપર છોડી મૂકવાનો આદેશ આપ્યો હતો.
Published on: Wed, 15 Sep 2021

© 2022 Saurashtra Trust