રાજસ્થાન રોયલ્સને વધુ એક ફટકો

ઇનફોર્મ કેરેબિયન બૅટ્સમૅન લુઇસ ઇજાગ્રસ્ત
નવી દિલ્હી, તા.16: આઇપીએલના બીજા ભાગની શરૂઆત પૂર્વે રાજસ્થાન રોયલ્સને વધુ એક ફટકો પડયો છે. સ્ટાર ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ, પ્રીમિયર ફાસ્ટ બોલર જોફ્રા આર્ચર અને આક્રમક બેટ્સમેન-વિકેટકીપર જોસ બટલર ઇજાને લીધે આઇપીએલની સિઝનમાંથી ખસી ગયા છે. હવે કેરેબિયન બેટ્સમેન એવિન લુઇસનું રમવું શંકાસ્પદ બન્યું છે. લુઇસને સીપીએલના ફાઇનલ મેચ દરમિયાન ઇજા થઈ છે. ફિલ્ડિંગ કરતી વખતે તેણે ડાઇવ મારી હતી. આથી તેના ડાબા ખભામાં ઇજા થઈ છે. આથી તેને દર્દ સાથે મેદાન છોડવું પડયું હતું. લુઇસ ટૂર્નામેન્ટનો ટોપ સ્કોરર હતો. તેણે 10 ઇનિંગમાં 420 રન બનાવ્યા હતા. જો કે ફાઇનલમાં તે ઇજાને લીધે 6 રન જ કરી શક્યો હતો.

Published on: Fri, 17 Sep 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer