સીપીએલને નવી ચૅમ્પિયન ટીમ મળી : સેન્ટ લ્યુસિયાને હરાવી પેટ્રિયટસ વિજેતા

સીપીએલને નવી ચૅમ્પિયન ટીમ મળી : સેન્ટ લ્યુસિયાને હરાવી પેટ્રિયટસ વિજેતા
રોમાંચક ફાઇનલમાં છેલ્લા બૉલ પર દિલધડક જીત
બાસેટેરે, તા.16: કેરેબિયન પ્રીમિયર લીગ (સીપીએલ)ને નવી ચેમ્પિયન ટીમ મળી છે. ગઇ કાલે રાત્રે રમાયેલા રોમાંચક ફાઇનલમાં સેંટ કિટસ એન્ડ નેવિસ પેટ્રિયટસ ટીમે સેંટ લૂસિયા કિંગ્સ ટીમને આખરી દડા પર હાર આપી હતી અને પહેલીવાર ચેમ્પિયન બની હતી. વિજેતા ટીમનો પૂંછડિયો બેટધર ડોમિનિક ડ્રેકસ પ્લેયર ઓફ ધ ફાઇનલ અને સેંટ લૂસિયા ટીમનો ખેલાડી રોસ્ટન ચેજ પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ બન્યો હતો.
ફાઇનલમાં સેંટ લૂસિયા કિંગ્સે ટોસ જીતીને પહેલા બેટિંગ કરતા નિર્ધારિત 20 ઓવરમાં 7 વિકેટે 1પ9 રનનો સ્કોર કર્યોં હતો. 160 રનના લક્ષ્યનો પીછો કરતા સેંટ કિટસ એન્ડ નેવિસ પેટ્રિયટસ ટીમની શરૂઆત ખરાબ રહી હતી. ક્રિસ ગેલ પહેલી ઓવરમાં જ ઝીરોમાં આઉટ થયો હતો. બીજો ઓપનર એવિન લૂઇસ પણ 6 રન જ કરી શકયો હતો. 14 ઓવરમાં 9પ રનમાં પ વિકેટ ગુમાવ્યા બાદમાં ડોમેનિક ડ્રેકસે 24 દડામાં 48 રન કરીને પોતાની ટીમને વિજેતા બનાવી હતી. આખરી ઓવરમાં પેટ્રિયટસને જીત માટે 9 રનની જરૂર હતી. રસાકસી વચ્ચે આખરી દડા પર ડ્રેકસે સિંગલ રન લઇને જીત અપાવી હતી.
Published on: Fri, 17 Sep 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer