માત્ર 8 વર્ષની વેદિકા પાલને ચેસમાં નેશનલ મેડલ

માત્ર 8 વર્ષની વેદિકા પાલને ચેસમાં નેશનલ મેડલ
નાગપુર તા.16: અહીંની માત્ર 8 વર્ષની ઉંમરમાં વેદિકા પાલે ચેસની રમતમાં તેનો પહેલો નેશનલ મેડલ જીતીને સનસની મચાવી દીધી છે. નેશનલ સબ જુનિયર ચેસ ટૂર્નામેન્ટમાં 13પ સ્પર્ધકો વચ્ચે 83મા ક્રમેથી શરૂઆત કરનાર વેદિકા પાલ નજીકના અંતરથી ગોલ્ડ મેડલથી ચૂકી ગઇ હતી અને બ્રોન્ઝ મેડલથી સંતોષ માનવો પડયો હતો. 
ટાઇમ પ્રેશરમાં ફસાઇ જવાથી વેદિકા તામિલનાડૂની પૂજા શ્રી આર. સામે હારી હતી. ગોલ્ડ જીતનાર પૂજાના 10 અંક, સિલ્વર મેડલ જીતનાર તેલંગાણાની સમહિતાના ખાતામાં 9 પોઇન્ટ રહ્યા હતા. જયારે 8 વર્ષની વેદિકા કાંસ્ય ચંદ્રકની હકદાર બની હતી. તે હવે ઇન્ટરનેશનલ ચેસ સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે.
Published on: Fri, 17 Sep 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer