એમસીએક્સ પર ક્રૂડતેલના ઓપ્શન્સ કૉન્ટ્રેક્ટ્સમાં રેકર્ડ નોશનલ ટર્નઓવર

મુંબઈ, તા. 16 : દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં ગુરૂવારે પ્રથમ સત્ર સુધીમાં 1,54,714 સોદાઓમાં કુલ રૂ.14,011.38 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના સપ્ટેમ્બર વાયદામાં 147 પોઈન્ટ અને બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના સપ્ટેમ્બર વાયદામાં 215 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી.  
દરમિયાન, 15 સપ્ટેમ્બરને બુધવારે એમસીએક્સ પર કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં 1,44,689 સોદામાં રૂ.13,250.87 કરોડનું ઉચ્ચતમ નોશનલ ટર્નઓવર નોંધાયું હતું, જેમાં ક્રૂડ તેલના ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ્સમાં 1,42,402 સોદામાં રૂ.12,123.53 કરોડનું રેકોર્ડ નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. જે ક્રૂડ તેલના ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ્સમાં ટ્રાડિંગ માટે ટ્રેડરોનો વધતો રસ દર્શાવે છે. ક્રૂડ તેલના ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ્સમાં પ્રિ-એક્સપાયરી માર્જિન લાગુ પડતું નથી જેનો લાભ બજારના સહભાગીઓ લેતા હોય એવું જણાઈ રહ્યું છે. આ ઉપરાંત વર્તમાનમાં ક્રૂડ તેલના ભાવમાં મોટી વધઘટ જોવા મળી રહી છે.

Published on: Fri, 17 Sep 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer