સીંગતેલમાં સુધારો : કપાસિયા તેલ વધુ મોંઘું

અમારા પ્રતિનિધિ તરફથી 
રાજકોટ, તા. 16 : યાર્ડમાં મગફળીની પાંખી આવકથી પીલાણ ધીમું પડી ગયું છે. એ કારણે સીંગતેલના ભાવમાં વધઘટ અટકી ગઈ છે. જો કે રિટેઇલમાં સીંગતેલ સહીત આયાતી તેલોમાં સુધારો હતો. 
સૌરાષ્ટ્રમાં સીંગતેલ લૂઝનો ભાવ રૂ.1550 જળવાયેલો હતો. લૂઝમાં આશરે 4-5 ટેન્કરના સોદા થયા હતા. ધોરાજી ઉપલેટા લાઈનમાં તેલિયાનો ભાવ રૂ.2365-2366 હતો. સીંગખોળના રૂ.1000 ઊંચકાઈને રૂ.40000 હતા. 
સૌરાષ્ટ્રમાં કપાસિયા વોશનો ભાવ રૂ.5 સુધરીને રૂ.1375-1380 હતો. વોશમાં રૂ.8-10 ટેન્કરના કામકાજ થયા હતા. મલેશિયન પામ તેલનો વાયદો બંધ હતો. કંડલા બંદરે પામતેલ હાજર રૂ.17 ઊંચકાઈને રૂ.1205-1207 હતું. સોયાતેલ સામાન્ય સુધારે રૂ.1335-1337 હતું. 
રાજકોટની બજારમાં પેકર્સોએ સીંગતેલમાં ડબે રૂ.10 વધારી દેતા ભાવ રૂ.2525-2575 હતો. કપાસિયા તેલ રૂ.15 વધીને રૂ.2395-2445 હતું. પામતેલ રૂ.15ના સુધારામાં રૂ.1970-1975 હતું. વૈશ્વિક પામતેલની તેજી-મંદીના કારણે સ્થાનિક ખાદ્યતેલ બજારમાં આયાતી તેલના ભાવમાં વધઘટ થતી હોવાનું વેપારીઓ કહે છે.
Published on: Fri, 17 Sep 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer