મુંબઈમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 16 : હવામાન વિભાગે મુંબઇ અને આસપાસના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદનો અંદાજ વ્યકત કર્યો છે. આવતી કાલે મુંબઇમાં મહત્તમ ઉષ્ણતામાન 31 ડિગ્રી સેલ્સિયસ જ્યારે લઘુતમ ઉષ્ણતામાન 26 ડિગ્રી સેલ્સિયસ રહેશે. આજે સવારે 8.30 વાગ્યે પૂરા થયેલા 24 કલાકમાં કોલાબામાં  નહીંવત અને સાંતાક્રુઝમાં 1.7  મિ.મી. વરસાદ નોંધાયો હતો. રાત્રે 8.30 વાગ્યે પૂરા થયેલા બાર કલાકમાં કોલાબામાં 0.4 મિ.મી. અને સાંતાક્રુઝમાં 1.3 મિ.મી. વરસાદની નોંધ થઇ હોવાનું હવામાન ખાતાએ જણાવ્યું હતું.
મોસમનો કુલ વરસાદ કોલાબામાં 2184.9 મિ.મી. અને સાંતાક્રુઝમાં 2838.8 મિ.મી. નોંધાયો હતો.
Published on: Fri, 17 Sep 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer