અનિલ દેશમુખના પર્સનલ સેક્રેટરી પાલાંડે સસ્પેન્ડ

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 16 : રાષ્ટ્રવાદી કૉંગ્રેસના નેતા અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહપ્રધાન અનિલ દેશમુખના તત્કાલીન પર્સનલ સેક્રેટરી અને વધારાના જિલ્લા કલેક્ટર સંજીવ પાલાંડેને નોકરીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મની લોન્ડરિંગના પ્રકરણમાં તપાસ ચાલુ હોવાને કારણે તેમના વિરુદ્ધ આ પગલાં ભરવામાં આવ્યા છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા તેમની 26મી જૂને ધરપકડ કરવામાં આવી પછી છેક છઠ્ઠી જુલાઈ સુધી પાલાંડે તેની કસ્ટડીમાં હતા. બાદમાં તેમને અદાલતી કસ્ટડીમાં રાખવામાં આવ્યા છે. સસ્પેન્શનના સમયગાળામાં પાલાંડેને કોઇ પણ ખાનગી નોકરી અથવા ધંધો કરવાની મનાઈ ફરમાવવામાં આવી છે. જો તેઓ ખાનગી નોકરી કે ધંધો કરશે તો નિર્વાહભથ્થું મેળવવામાં અપાત્ર ઠરશે.
Published on: Fri, 17 Sep 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer