કર્ણાટકના કાંઠેથી ઘૂસ્યા 12 આતંકવાદી?

ગુપ્તચર બાતમીને પગલે રેડ એલર્ટ
નવીદિલ્હી, તા. 16: કેન્દ્રીય ગુપ્તચર એજન્સીઓએ કર્ણાટકનાં તટીય જિલ્લા અને ગાઢ જંગલ અને પહાડીઓમાં સંદિગ્ધ આતંકી ગતિવિધિ ખોળી કાઢ્યા બાદ કર્ણાટકનાં 22પ કિ.મી. લાંબા કાંઠાળ વિસ્તારોમાં રેડએલર્ટ જારી કરવામાં આવ્યું છે. ગુપ્તચર એજન્સીઓને કારવાર, દક્ષિણ કન્નડ અને ચિકમગલૂર જિલ્લાનાં ઘણાં લોકેશનથી ભેદી કોલ થયાની જાણકારી હાથ લાગી છે. 
સંદિગ્ધ આતંકીઓ દેશવિરોધી હિલચાલને અંજામ આપવા માટે કર્ણાટકના કાંઠાળ જિલ્લાનાં પહાડી અને જંગલ વિસ્તારનો છૂપાવા માટે ઉપયોગ કરી રહ્યાં છે. ગત સપ્તાહે કર્ણાટકનાં આ સ્થાનો ઉપરથી વિદેશમાં કોલ પણ થયા હોવાનું સામે આવ્યું છે. ગુપ્તચર એજન્સીઓએ તાજેતરમાં જ ચેતવણી પણ આપી હતી કે શ્રીલંકાથી કમસેકમ 12 આઈએસ આતંકી માછીમારનાં સ્વાંગમાં રાજ્યનાં કાંઠેથી ઘૂસી આવ્યા છે. જેને પગલે રેડએલર્ટ આપવામાં આવ્યું છે.
Published on: Fri, 17 Sep 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer