આતંકવાદનો ડર બતાવી દુનિયાને બ્લૅકમેઈલ કરતું પાકિસ્તાન

તાલિબાનની સરકારને માન્યતા અપાવવા રઘવાટ
ઈસ્લામાબાદ, તા. 16 : અફઘાનિસ્તાનમાં તાલિબાનની આતંકી સરકાર રચાયા બાદ તેને માન્યતા અપાવવા જેટલી ઉતાવળ આતંકી આકાઓને નથી તેટલી આતંકને પોષનારા પાકિસ્તાનને છે. દુનિયાને અલ કાયદા અને આઈએસનો ડર બતાવી પાકિસ્તાને તાલિબાન સરકારને માન્યતા અપાવવા રિતસર બ્લેકમેઈલિંગ શરૂ કર્યું છે.
પાકિસ્તાનના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર મોઈદ યૂસૂફે કહ્યું કે તાલિબાન સરકારને માન્યતા આપવા દુનિયાએ વેઈટ એન્ડ વોચની નીતિ અપનાવવી જોઈએ નહીં. અફઘાનિસ્તાનનું અર્થતંત્ર પડી ભાંગે અને આતંકવાદનો દુનિયા પર ખતરો વધે તે પહેલા નિર્ણય લેવો જોઈએ. 1990ના દાયકામાં પણ સમયની બરબાદી કરાઈ હતી. તે વખતે પશ્ચિમી નેતાઓએ પોતાની ભૂલ માની હતી અને તેનું પુનરાવર્તન ન કરવાની ખાતરી ઉચ્ચારી હતી. એ દુનિયાના હિતમાં છે કે તે તાલિબાન સાથે પોતાની ચિંતાઓ અંગે વાતચીત કરે.
Published on: Fri, 17 Sep 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer