મહિલા અને યુવતીઓની લે-વેચના ખટલા માટે વિશેષ અદાલત રચાશે

અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા. 16 : મહિલા અને યુવતીઓની લે-વેચ પર રોક લગાવવા અને પીડિતાઓને ન્યાય મળે એ માટે મહારાષ્ટ્ર સરકાર વિશેષ અદાલતો સ્થાપવાનું વિચારી રહી છે એમ રાજ્યના મહિલા અને બાળ વિકાસ ખાતાના પ્રધાન યશોમતી ઠાકુરે ગુરુવારે કહ્યું હતું. 
એક ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠકમાં હાજરી આપ્યા બાદ પત્રકારો સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું કે આ સંબંધે બીજાં રાજ્યોમાંથી પણ ફરિયાદો મળી રહી છે. અમે આ બધાં રાજ્યો સાથે સમન્વય કરવાનો નિર્ણય કર્યો છે. આમ થશે તો મહિલાઓને રેસ્ક્યુ કરી શકાશે અને તેમને તેમના રાજ્યમાં માન-સન્માન સાથે પાછી મોકલી શકાશે. એ જ રીતે બીજાં રાજ્યોની રેસ્ક્યુ કરાયેલી સગીર વયની બાળાઓને મહારાષ્ટ્રની મનોધૈર્ય યોજનાનો લાભ મળશે.
Published on: Fri, 17 Sep 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer