મુંબઈમાં ફરી કોરોના સંક્રમિતોની સંખ્યા 500 કરતાં ઓછી

નવી મુંબઈમાં 73 અને કલ્યાણ-ડોમ્બિવલીમાં 62 નવા કેસ
મહારાષ્ટ્રમાં કોરોનાના 3595 નવા કેસ મળ્યા 
અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા. 16 : ગુરુવારે મુંબઈમાંથી કોરોનાના 446 નવા કેસ મળ્યા હતા. એ સાથે શહેરમાંથી અત્યાર સુધી કુલ 7,36,770 કોરોનાગ્રસ્તો મળ્યા છે. મુંબઈમાં અત્યારે 4654 દરદીઓ સારવાર લઈ રહ્યા છે. 
બુધવારે મુંબઈમાંથી 514, મંગળવારે 367, સોમવારે 347 રવિવારે 354 નવા દરદી મળ્યા હતા.
છેલ્લાં 24 કલાકમાં મુંબઈમાં બે દરદીનાં મૃત્યુ થયાં હતાં. એ સાથે મુંબઈ પાલિકાની હદમાં અત્યાર સુધી કુલ 16,039 દરદીનાં મૃત્યુ થયાં છે. 
શહેરમાં છેલ્લાં 24 કલાકમાં 631 દરદીઓને રજા આપવામાં આવી હતી. એ સાથે અત્યાર સુધી કુલ 7,13,605 દરદી સાજા થઈને ઘરે ગયા છે. 
મુંબઈનો રિક્વરી રેટ 97 ટકા છે જ્યારે ડબાલિંગ રેટ 1279 દિવસનો થઈ ગયો છે. જ્યારે સાપ્તાહિક ગ્રોથ રેટ 0.06 ટકા છે. 
મુંબઈમાં અત્યારે 39 બિલ્ડિંગો પાલિકાએ સીલ કરી છે જ્યારે ચાલ-ઝુંપડપટ્ટી સીલની સંખ્યા શુન્ય છે. છેલ્લાં 24 કલાકમાં મુંબઈમાં 44,649 ટેસ્ટ કરવામાં આવી હતી. એ સાથે મુંબઈમાં અત્યાર સુધી કુલ 98,44,488 ટેસ્ટ કરાઈ છે.
મહારાષ્ટ્રમાંથી ગુરુવારે કોરોનાના નવા 3595 કેસ મળી આવ્યા હતા. એ સાથે રાજ્યમાં અત્યાર સુધી મળેલા કેસોની કુલ સંખ્યા 65,11,525ની થઈ ગઈ છે. રાજ્યમાં અત્યારે 49,342 દરદી સારવાર હેઠળ છે. 
બુધવારે રાજ્યમાંથી 3783, મંગળવારે 3530, સોમવારે 2740 અને રવિવારે 3623 નવા કેસ મળ્યા હતા.
છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 45 કોરોનાગ્રસ્તોનાં મૃત્યુ થયાં હતાં.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 3240 કોરોનાગ્રસ્તોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.
ગુરુવારે થાણે જિલ્લામાંથી 41 નવા દરદી મળ્યા હતા જ્યારે થાણે શહેરમાંથી 61 નવા કેસ મળ્યા હતા. 
નવી મુંબઈમાંથી 73, કલ્યાણ-ડોમ્બિવલી પાલિકાની હદમાંથી 62, ઉલ્હાસનગરમાંથી આઠ, ભિવંડી-નિઝામપુરમાંથી ત્રણ, મીરા-ભાયંદર પાલિકાની હદમાંથી 25, પાલઘર જિલ્લામાંથી નવ, વસઈ-વિરાર પાલિકાની હદમાંથી 30, રાયગઢ જિલ્લામાંથી 65 અને પનવેલ શહેરમાંથી 65 નવા કેસ મળ્યા હતા.  
મુંબઈ શહેર સહિત ઉક્ત તમામ વિસ્તારો મુંબઈ મેટ્રોપોલિટન રિજન (એમએમઆર)માં આવે છે અને એમએમઆરમાંથી કુલ 888 નવા કેસ મળ્યા હતા.
પુણે શહેરમાંથી 227 જ્યારે પિંપરી-ચિંચવડ પાલિકાની હદમાંથી 176 કેસ મળ્યા હતા.
Published on: Fri, 17 Sep 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer