આજે જીએસટી પરિષદની મહત્ત્વની બેઠક

આજે જીએસટી પરિષદની મહત્ત્વની બેઠક
ઈંધણને સમાન કર માળખામાં લાવવાનો નિર્ણય લેવાશે?
નવી દિલ્હી, તા.16 : કેન્દ્રિય નાણા મંત્રી નિર્મલા સિતારમનનની આગેવાનીમાં તા.17ને શુક્રવારે જીએસટી પરિષદની બેઠક મળશે. કોરોના કાળમાં જીએસટી પરિષદની આ 4પમી બેઠક ઘણી મહત્ત્વની માનવામાં આવે છે.
આ બેઠકમાં કોવિડ-19 ની સારવાર સાથે સંબંધિત ઉપકરણો અને દવાઓના દરોની સમીક્ષા કરી રાહત આપવામાં આવી શકે છે. સાથે પેટ્રોલ, ડીઝલ, કુદરતી ગેસ તથા વિમાન ઈંધણને જીએસટીના દાયરામાં લેવા નિર્ણય લેવાઈ શકે છે. બેઠકમાં રાજ્યોની આવકમાં થઈ રહેલા નુકસાન પર વળતર અંગે ચર્ચા સંભવ છે. સૂત્રો અનુસાર જીએસટી પરિષદ સાથે જોડાયેલી તમામ પ્રક્રિયાઓ પૂર્ણ કરવા એક કોમન ઈલેકટ્રોનિક પોર્ટલ લોન્ચ કરવામાં આવી શકે છે. 
સૂત્રો અનુસાર કેરળ હાઈકોર્ટનો પેટ્રોલ અને ડીઝલને જીએસટીના દાયરામાં લાવવા નિર્દેશ બાદ જીએસટી કાઉન્સિલ સમક્ષ આ મામલો 17 સપ્ટેમ્બરના રોજ લાવવામાં આવશે. સરકાર પેટ્રોલ અને ડિઝલને જીએસટીના દાયરામાં લાવવા અચકાઈ રહી છે કારણ કે તેનાથી ભાવમાં ઘટાડો થઈ શકે અને સરકારની આવકમાં મોટુ ગાબડુ પડે. નાણાંકીય વર્ષ ર019-ર0માં પેટ્રોલિયમ પદાર્થોથી રાજ્યો અને કેન્દ્રને રૂ.પ.પપ લાખ કરોડની આવક થઈ હતી. એક સમાન જીએસટી દરોથી પેટ્રોલિયમ પદાર્થોના ભાવ નીચા જઈ શકે છે. હાલ કેન્દ્ર અને રાજયો ઈંધણ પર અલગ અલગ દરે ટેકસ વસૂલે છે.
Published on: Fri, 17 Sep 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer