આર્થિક સુધારા ઝડપી : સેન્સેક્ષે 59,000નું સ્તર પાર કર્યું

આર્થિક સુધારા ઝડપી : સેન્સેક્ષે 59,000નું સ્તર પાર કર્યું
વાણિજ્ય પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા. 16 : ભારતીય ઉદ્યોગ જગત માટે કેન્દ્ર સરકાર દ્વારા જાહેર થઇ રહેલી વિવિધ રાહતોના કારણે રોકાણકારોનો ઉત્સાહ વધ્યો હતો અને ભવિષ્યમાં લાભ કરાવી આપનાર શેર્સ અને સેક્ટરમાં નક્કર રોકાણ થવાના કારણે સેન્સેક્ષે આજે 59000નું નવું શિખર હાંસલ કર્યું હતું. બૅડ બેન્ક જાહેર થવાની અપેક્ષાએ જાહેર ક્ષેત્રની બૅન્કો અને મીડિયા શેર્સમાં ધૂમ ખરીદી નીકળી હતી. 
સત્રના અંતે સેન્સેક્ષ 418 પોઇન્ટ્સ વધી 59141 પોઇન્ટ્સ ઉપર અને નિફ્ટી 110 પોઇન્ટ્સ ઉછળી 17629 પોઇન્ટ્સના સ્તરે બંધ આવ્યા હતા. 
આજે સવારે એશિયન શેર બજારો ઘટાડા સાથે બંધ આવ્યા હતા. જપાનનો નિક્કી 0.62 ટકા, હેંગસેંગ 1.46 ટકા અને સાઉથ કોરિયાનો કોસ્પી 0.74 ટકા ઘટીને બંધ થયા હતા. બપોરે યુરોપના બજારો વધારા સાથે શરૂ થયા હતા. યુરોપના બજારોમાં જર્મન ડેક્સ 0.58 ટકા, લંડન શેર બજાર 0.50 ટકા અને ફ્રાન્સનો સીએસી 1.08 ટકાના વધદારા સાથે ટ્રેડમાં હતા.
કોમોડીટીઝમાં બ્રેન્ટ ક્રુડ પ્રતિ બેરલ 15 સેન્ટ ઘટી 75.31 ડૉલર અને ગોલ્ડ પ્રતિ ઔંસ 15.60 ડૉલર ઘટી 1779.20 ડૉલર રનિંગ હતું.
Published on: Fri, 17 Sep 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer