દાવ ઊંધો પડયો એટલે વિરાટે ટી-20ની કપ્તાની છોડી

નવી દિલ્હી, તા.17: વિરાટ કોહલી વર્લ્ડ કપ બાદ ટી-20 ફોર્મેટની કેપ્ટનશીપ છોડવાની જાહેરાત કરી ચૂકયો છે. આ માટે તેણે વર્કલોડનું કારણ આપ્યું છે. જો કે હવે એવા રિપોર્ટ સામે આવ્યા છે કે વિરાટ કોહલી ઉપસુકાની પદેથી રોહિત શર્માને હટાવવા માંગતો હતો. આ માટે વિરાટે પસંદગીકારો સમક્ષ લીમીટેડ ઓવર્સની ટીમના વાઇસ કેપ્ટન પદેથી રોહિતને હટાવવાની માંગ કરી હતી. કોહલીનું કહેવું હતું કે રોહિત 34 વર્ષનો થઇ ગયો છે. આથી વન ડે ફોર્મેટમાં કેએલ રાહુલને અને ટી-20માં ઋષભ પંતને ઉપકપ્તાન બનાવવા જોઇએ. જો કે કોહલીને આ ફોર્મ્યૂલા પસંદગીકારોને પસંદ પડી ન હતી, પસંદગીકારોને એવું લાગ્યું કે વિરાટ કોહલી વાસ્તવમાં તેનો કોઇ ઉત્તરાધિકારી ઇચ્છતો નથી.

Published on: Sat, 18 Sep 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer