દિલ્હી કેપિટલ્સના કૅપ્ટનપદે રિષભ પંત યથાવત્

દિલ્હી કેપિટલ્સના કૅપ્ટનપદે રિષભ પંત યથાવત્
શ્રેયસ ઐય્યર ખેલાડી તરીકે મેદાનમાં ઉતરશે
નવી દિલ્હી, તા.17: આઇપીએલ-2021ની બાકીના સિઝન જે રવિવારથી યૂઅઇમાં શરૂ થઇ રહી છે તેમાં દિલ્હી કેપિટલ્સના કેપ્ટનપદે વિકેટકીપર-બેટસમેન ઋષભ પંત ચાલુ રહેશે. ટીમનો નિયમિત સુકાની શ્રેયસ અય્યર ખભાની ઇજા બાદ વાપસી કરી ચૂકયો છે. તે આ સિઝનમાં ફકત ખેલાડીના રૂપમાં મેદાનમાં ઉતરશે.
ગત માર્ચમાં શ્રેયસ અય્યરને ખભામાં ઇજા થઇ હતી. આથી તે આઇપીએલમાંથી ખસી ગયો હતો. એ પછી પંતને દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન બનાવાયો હતો. કોરોના મહામારીને લીધે આઇપીએલની 14મી સિઝન અધવચ્ચે અટકી ગઇ હતી. બાકીના 31 મેચ હવે રવિવારથી યૂએઇમાં શરૂ થઇ રહ્યા છે. આથી અય્યરને વાપસીનો મોકો મળ્યો છે. જો કે તેને ફરી કપ્તાનપદ નહીં સોંપવાનો નિર્ણય દિલ્હીની ફ્રેંચાઇઝીએ લીધો છે અને જાહેર કર્યું છે કે ઋષભ પંત કેપ્ટન તરીકે ચાલુ રહેશે. પંતની આગેવાનીમાં દિલ્હીએ આઠમાંથી પાંચ જીત મેળવી છે અને ટોચ પર છે. પ્લેઓફમાં પહોંચવા માટે દિલ્હીને હવે ફકત બે જીતની જરૂર છે. દિલ્હીના કોચ રીકિ પોન્ટિંગે કહ્યંy કે શ્રેયસ અય્યરની વાપસીથી ટીમને ફાયદો થશે. તે વિશ્વસ્તરીય ખેલાડી છે.
Published on: Sat, 18 Sep 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer