કોરોનાના નવા 34,403 દર્દી, 37,850 સાજા થયા

કુલ મરણાંક 4.44 લાખને પાર
નવી દિલ્હી, તા. 17 : ભારતમાં શુક્રવારે બીજા દિવસે 30 હજારથી વધુ નવા દર્દી સામે આવ્યા હતા. જો કે, સારવાર લઇ રહેલા સંક્રમિતોની સંખ્યા ઘટી છે. દેશમાં આજે 34,403 નવા દર્દી ઉમેરાતાં કુલ દર્દીઓની સંખ્યા 3 કરોડ 33 લાખ, 81,728 થઇ ગઇ છે.
બીજી તરફ શુક્રવારે વધુ 320 સંક્રમિતોની જીવનરેખા કોરોનાએ ટુંકાવી નાખતાં કોરોનાથી મરણનો આંક 4.44 લાખને આંબી 4,44,248 પર પહોંચી ગયો છે. વધુ 3,867 દર્દીના ઘટાડા બાદ આજની તારીખે 3,39,056 સંક્રમિતો સારવાર હેઠળ છે. કુલ દર્દીઓની  સંખ્યા સામે  સક્રિય કેસોનું પ્રમાણ 1.03 ટકા છે.
ભારતના વિવિધ ભાગોમાં  24 કલાક દરમ્યાન વધુ 37,950 એટલે કે નવા દર્દી કરતાં વધુ દર્દી સાજા થતાં કુલ 3 કરોડ 5 લાખ 98,424 દર્દી સંક્રમણ મુક્ત થઇ ચૂક્યા છે.
આજે દેશમાં થયેલા કુલ 320 મોતમાંથી એકલા કેરળમાં 178, મહારાષ્ટ્રમાં 45 અને તામિલનાડુમાં 25 દર્દીનાં મોત થયાં હતાં.

Published on: Sat, 18 Sep 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer