દિલ્હી-મુંબઈ એક્સ્પ્રેસ વે પર 160 કિ.મી.ની ઝડપે દોડી કાર !

રતલામ, તા. 17 :?દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વેના રતલામમાં નિરીક્ષણ દરમ્યાન દેશના માર્ગ પરિવહન પ્રધાન નીતિન ગડકરીની કાર 160 કિ.મી.ની તેજ ગતિ સાથે દોડી હતી, જેનો વીડિયો વાયરલ થયો છે.
પહેલાં હેલિકોપ્ટરથી એક્સપ્રેસ વેનું નિરીક્ષણ કર્યા બાદ મધ્યપ્રદેશ જઈને રતલામ જિલ્લાના જીવરામાં પહોંચેલા ગડકરીએ ભુતેડાથી 1પ0 કિ.મી. કરતાં વધુ ગતિએ કાર દોડાવીને ગુણવત્તા તપાસી હતી. 
ટેસ્ટ ડ્રાઈવ બાદ કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે, અમે અગાઉથી જ એક્સપ્રેસ વેનું નિર્માણ કરી રહેલી કંપનીને ગુણવત્તા ઊંચી રાખવા સૂચના આપ હતી. ગતિ પરીક્ષણ સફળ રહ્યું. આ એક્સપ્રેસ-વે પર 120 કિ.મી.ની ગતિ મર્યાદા પ્રસ્તાવિત રહી શકે છે, તેવું ગડકરીએ ઉમર્યું હતું.
Published on: Sat, 18 Sep 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer