તાલિબાનના મંત્રાલયમાં મહિલાઓને પ્રવેશ નહીં

કાબુલ, તા. 17 : અફઘાનમાં તાલિબાનની સરકાર આવ્યા બાદ જેનો ભય હતો, તેવું જ થઈ રહ્યું છે. મહિલા બાબતોના મંત્રાલયમાં મહિલાઓને જ પ્રવેશ પર `આતંકી' સરકારે રોક મૂકી દીધી છે.
રશિયાની સમાચાર એજન્સી સ્પુતનિકના અહેવાલમાં દાવા મુજબ, ચાર મહિલા કર્મચારીઓને મંત્રાલયની અંદર જવા દેવાઈ નહોતી. તાલિબાનના આ પગલા સામે મહિલાઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. મંત્રાલયમાં માત્ર પુરુષ કર્મચારીઓને કામ કરવાની છૂટ મળી છે. તાલિબાનના કબ્જા બાદ અફઘાન છોડી દેનાર સંશોધન, કાર્યકર હુમૈશ રિયાજીએ કહ્યું હતું કે, તાલિબાનો મહિલાને ઈન્સાન જ નથી સમજતા.
Published on: Sat, 18 Sep 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer