બાયડનને તાલિબાની બતાવતાં પોસ્ટરો ચર્ચામાં

વૉશિંગ્ટન, તા. 17 : અફઘાનમાંથી અમેરિકા સેનાની શરમજનક વાપસી બાદ ચોમેરથી ટીકાનો સામનો કરી રહેલા પ્રમુખ જો બાયડનનું એક પોસ્ટર ભારે ચર્ચામાં છે. જેમાં તેમને તાલિબાન આતંકીના પોષાકમાં બતાવાયા છે. બાયડન હાથમાં મોર્ટાર સાથે દેખાય છે અને પોસ્ટર પર `મેકિંગ તાલિબાન ગ્રેટ અગેઈન' લખેલું જોવા મળે છે. ઉલ્લેખનીય છે કે, ડોનાલ્ડ ટ્રમ્પના ચૂંટણી પ્રચાર વખતે `મેકિંગ અમેરિકા ગ્રેટ અગેઈન' નારો ભારે ચર્ચાયો હતો. અહેવાલો અનુસાર પેન્સિલ્વેનિયાના  પૂર્વ સેનેટર સ્કોટ વેગનરે બાયડનના વિરોધ રૂપે આ પોસ્ટરો લગાવડાવ્યા છે.
તેમણે 15 હજાર ડોલરના ખર્ચે રાજમાર્ગો પર બિલબોર્ડ ભાડે લઈને આ પોસ્ટરો લગાડતાં કહ્યું કે, બાયડનના એક ખોટા ફેંસલાથી અમેરિકાને શરમમાં મુકાવું પડયું.
Published on: Sat, 18 Sep 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer