વીવીઆઈપીની સુરક્ષામાં પહેલી વખત તહેનાત થશે મહિલા સીઆરપીએફ કર્મી

નવી દિલ્હી, તા. 17 : દેશમાં પહેલી વખત વીવીઆઈપી સુરક્ષા માટે સીઆરપીએફની મહિલા કર્મચારીઓને તૈનાત કરવાની યોજના બનાવવામાં આવી છે. જાણકારી મુજબ ટૂંક સમયમાં સીઆરપીએફ મહિલા કર્મચારીઓની પહેલી બેચને વીવીઆઈપી સુરક્ષા માટેની તાલિમ આપવાની શરૂઆત કરવામા આવશે. આ પહેલી બેચમાં 33 મહિલા કર્મચારી હશે. 
પહેલા બેચની તમામ 33 મહિલા સીઆરપીએફ કર્મચારીની પસંદગી થોડા દિવસ પહેલા ગૃહમંત્રાલયમાંથી મંજૂરી મળ્યા બાદ કરવામાં આવી છે. આ અંગે મળેલી માહિતી અનુસાર સીઆરપીએફ દ્વારા મહિલા કર્મચારીઓની ક્ષમતા વધારવા માટે એક કાર્યયોજના પ્રસ્તુત કરવામાંઆવી છે. જેના હેઠળ મહિલા કર્મચારીઓની છ પ્લાટુન તૈયાર કરવામાં આવશે. 
તહેનાતી જરૂરિયાત અનુસાર કરવામાં આવશે. જો કે અમુક વીવીઆઈપી લોકોની સુરક્ષા માટે પહેલી બેચમાંથી જ કર્મચારીઓની તૈનાતી કરવામાં આવશે. સાથે આગામી ચૂંટણીઓને ધ્યાને લઈને વીવીઆઈપી મહિલાઓને સેવા હેઠળ પ્રાથમિકતા આપવામાં આવશે. સીઆરપીએફની મહિલા કર્મચારીઓને એકે-47 જેવી અસોલ્ટ રાઈફલ ચલાવવાની તાલિમ પણ આપવામાં આવશે. 
Published on: Sat, 18 Sep 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer