મુંબઈ ફાયર બ્રિગેડના 38 વર્ષના અૉફિસરનું હાર્ટ એટેકથી અવસાન

મુંબઈ ફાયર બ્રિગેડના 38 વર્ષના અૉફિસરનું હાર્ટ એટેકથી અવસાન
અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા. 17 : મુંબઈ ફાયર બ્રિગેડના 38 વર્ષના એક સિનિયર અૉફિસરનું ગુરુવારે મોડી રાત્રે હાર્ટ એટેકને કારણે અવસાન થયું હતું. નાની ઉંમરના લોકોને હાર્ટ એટેક આવવાનું હવે સામાન્ય થઈ ગયું છે. 
નરીમાન પોઈન્ટ ફાયર સ્ટેશનના ઈન્ચાર્જ ઉત્કર્ષ બોબડેને ગુરુવારે મોડી રાત્રે છાતીમાં અચાનક દુખાવો ઉપડ્યો હતો અને તેમને તાબડતોબ નાયર હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, પણ ડૉક્ટરો તેને બચાવી શક્યા નહોતા. ઉત્કર્ષ બોબડે નરીમાન પોઈન્ટ ખાતેના ફાયર સ્ટેશનના ક્વાર્ટરમાં જ પરિવાર સાથે રહેતા હતા.
શુક્રવારે નાયરમાં પોસ્ટમોર્ટમ બાદ ઉત્કર્ષના પાર્થિવ દેહને નરિમાન પોઈન્ટ ખાતેના ફાયર સ્ટેશને લઈ જવામાં આવ્યો હતો અને ત્યાં સાથી ફાયરમેનોએ તેને આખરી સલામી આપી હતી. સલામીમાં મુંબઈ ફાયર બ્રિગેડના ટોચના અધિકારીઓ અને રિટાર્ડ અધિકારી હાજર રહ્યા હતા. 
ઉત્કર્ષ બોબડે કાંદિવલીમાં મહાવીર નગરના રહેવાસી હોવાથી તેમના પાર્થિવ દેહને પારિવારિક નિવાસ્થાને લાવવામાં આવ્યો હતો અને મોડી સાંજે દહાણુકરવાડીના સ્મશાનભૂમિમાં અંતિમ સંસ્કાર કરાયા હતા. ઉત્કર્ષના પરિવારમાં પત્ની અને નાની દીકરી છે.
Published on: Sat, 18 Sep 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer