મુંબઈમાંથી વધુ 434 સંક્રમિત સાથે 4658 ઍક્ટિવ દરદીઓ

મુંબઈમાંથી વધુ 434 સંક્રમિત સાથે 4658 ઍક્ટિવ દરદીઓ
નવી મુંબઈમાં 83 અને કલ્યાણ-ડોમ્બિવલીમાંથી 58 નવા કેસ મળ્યા
મહારાષ્ટ્રમાં કોરોનાના 3586 નવા કેસ મળ્યા 
અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા. 17 : શુક્રવારે મુંબઈમાંથી કોરોનાના 434 નવા કેસ મળ્યા હતા. એ સાથે શહેરમાંથી અત્યાર સુધી કુલ 7,37,164 કોરોનાગ્રસ્તો મળ્યા છે. મુંબઈમાં અત્યારે 4658 દરદીઓ સારવાર લઈ રહ્યા છે. 
ગુરુવારે મુંબઈમાંથી 446, બુધવારે 514, મંગળવારે 367 અને સોમવારે 347 નવા દરદી મળ્યા હતા. 
છેલ્લા 24 કલાકમાં મુંબઈમાં ત્રણ દરદીનાં મૃત્યુ થયાં હતાં. એ સાથે મુંબઈ પાલિકાની હદમાં અત્યાર સુધી કુલ 16,042 દરદીનાં મૃત્યુ થયાં છે. 
શહેરમાં છેલ્લા 24 કલાકમાં 387 દરદીઓને રજા આપવામાં આવી હતી. એ સાથે અત્યાર સુધી કુલ 7,13,992 દરદી સાજા થઈને ઘરે ગયા છે. મુંબઈનો રિક્વરી રેટ 97 ટકા છે જ્યારે ડબાલિંગ રેટ 1289 દિવસનો થઈ ગયો છે. જ્યારે સાપ્તાહિક ગ્રોથ રેટ 0.06 ટકા છે. 
મુંબઈમાં અત્યારે 38 બિલ્ડિંગો પાલિકાએ સીલ કરી છે જ્યારે ચાલ-ઝૂંપડપટ્ટી સીલની સંખ્યા શૂન્ય છે. છેલ્લા 24 કલાકમાં મુંબઈમાં 40,443 ટેસ્ટ કરવામાં આવી હતી. એ સાથે મુંબઈમાં અત્યાર સુધી કુલ 98,84,931 ટેસ્ટ કરાઈ છે.
મહારાષ્ટ્રમાંથી શુક્રવારે કોરોનાના નવા 3586 કેસ મળી આવ્યા હતા. એ સાથે રાજ્યમાં અત્યાર સુધી મળેલા કેસોની કુલ સંખ્યા 65,15,111ની થઈ ગઈ છે. રાજ્યમાં અત્યારે 48,451 દરદી સારવાર હેઠળ છે. 
ગુરુવારે રાજ્યમાંથી 3595, બુધવારે 3783, મંગળવારે 3530 અને સોમવારે 2740 નવા કેસ મળ્યા હતા. 
છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 67 કોરોનાગ્રસ્તોનાં મૃત્યુ થયાં હતાં. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 4410 કોરોનાગ્રસ્તોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. 
શુક્રવારે થાણે જિલ્લામાંથી 30 નવા દરદી મળ્યા હતા જ્યારે થાણે શહેરમાંથી 49 નવા કેસ મળ્યા હતા. 
નવી મુંબઈમાંથી 83, કલ્યાણ-ડોમ્બિવલી પાલિકાની હદમાંથી 58, ઉલ્હાસનગરમાંથી 10, ભિવંડી-નિઝામપુરમાંથી બે, મીરા-ભાયંદર પાલિકાની હદમાંથી 30, પાલઘર જિલ્લામાંથી 10, વસઈ-વિરાર પાલિકાની હદમાંથી 43, રાયગઢ જિલ્લામાંથી 78 અને પનવેલ શહેરમાંથી 74 નવા કેસ મળ્યા હતા. 
Published on: Sat, 18 Sep 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer