અટારી વાઘા બૉર્ડરે ફરીથી શરૂ થશે નિયમિત રિટ્રીટ સેરેમની

અટારી વાઘા બૉર્ડરે ફરીથી શરૂ થશે નિયમિત રિટ્રીટ સેરેમની
અમૃતસર, તા. 17 : ભારત-પાકિસ્તાનની અટારી વાઘા બોર્ડરે નિયમિત રિટ્રીટ સેરેમની ફરીથી શરૂ થશે.  જોઈન્ટ ચેક પોસ્ટ અટારી ફરીથીથી રિટ્રીટ સેરેમની શરૂ કરવાનો નિર્ણય શુક્રવારના રોજ થયો છે. કોરોનાના કારણે આ દરમિયાન 300 દર્શકોને જ મંજૂરી રહેશે. રિટ્રીટ સેરેમનીનો સમય સાંજે સાડા પાંચ વાગ્યાનો રહેશે. 
20 માર્ચ 2020થી રિટ્રીટ સેરેમનીને સામાન્ય લોકોની હાજરીમાં બંધ કરવામાં આવી હતી. બીજી વખત સેરેમની શરૂ કરવાને લઈને બેઠક કરવામાં આવી હતી. ત્યારબાદ નિયમો નક્કી કરવામાં આવ્યા હતા અને કેવી રીતે દર્શકોની એન્ટ્રી અને વ્યવસ્થા રહેશે તે અંગે નિર્ણયો થયા હતા. જોઈન્ટ ચેક પોસ્ટ અટારીએ બનેલી પ્રેક્ષક ગેલેરીની ક્ષમતા 25000 લોકોની છે.અગાઉ દરરોજ 15-20 હજાર લોકો રિટ્રીટ સેરેમની જોવા માટે એકત્રિત થતા હતા. 
Published on: Sat, 18 Sep 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer