આયર્લેન્ડની એમી હંટર વન ડેમાં સદી કરનાર સૌથી યુવા બેટધર : મિતાલીનો રેકર્ડ તૂટયો

આયર્લેન્ડની એમી હંટર વન ડેમાં સદી કરનાર સૌથી યુવા બેટધર : મિતાલીનો રેકર્ડ તૂટયો
નવી દિલ્હી, તા.12: આયરલેન્ડની એમી હંટર વન ડે મેચોમાં સદી કરનારી વિશ્વની સૌથી યુવા બેટધર બની છે. તેણીએ ઝિમ્બાબ્વે વિરૂધ્ધ પોતાના 16મા જન્મદિન અવસર પર આ રેકોર્ડ બનાવ્યો છે. હંટરે ભારતની મિતાલી રાજનો રેકોર્ડ તોડયો છે. મિતાલીએ વન ડેમાં 16 વર્ષ અને 20પ દિવસની વયે જૂન 1999માં આયરલેન્ડ સામે 114 રનની અણનમ ઇનિંગ રમી હતી. પુરુષ ક્રિકેટમાં આ રેકોર્ડ પાક.ના શાહિદ અફ્રિદીના નામે છે. તેણે 1996માં 16 વર્ષ અને 217 દિવસની ઉંમરે શ્રીલંકા સામે 102 રન બનાવ્યા હતા. એમી હંટરનો આ ફકત ચોથો વનડે મેચ હતો. તેણીએ ઝિમ્બાબ્વે સામે 127 દડાની ઇનિંગમાં 8 ચોક્કાથી અણનમ 121 રન કર્યાં હતા.
Published on: Wed, 13 Oct 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer