સિન્નરમાં બનાવટી દસ્તાવેજોના આધારે પરમબીર સિંહે જમીન ખરીદી હોવાનો આરોપ

મુંબઈ, તા. 12 : નાશિક જિલ્લાના સિન્નર પાસે બનાવટી દસ્તાવેજોના આધારે કરોડો રૂપિયાની જમીન ખરીદવાને મામલે મુંબઈ પોલીસે પરમબીર સિંહના નિકટના એવા સંજય પુનમિયાને તાબામાં લીધો છે. સંજય પુનમિયા વિરુધ્ધ અગ્રવાલે સિન્નર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. નાશિક પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. 
નાશિકના સિન્નર તાલુકાના સમૃyિધ્ધ હાઇવે નજીક પુનમિયા દ્વારા જમીન ખરીદવાનો મામલો સામે આવ્યો છે. ફરિયાદ અનુસાર ધામણગાવ, મીરગાવ પાથરે પાસે આ જમીન છે. આ વ્યવહાર કરતી વખતે પુનમિયાએ પોતાને ખેડૂત ગણાવી બનાવટી દસ્તાવેજો રજૂ કર્યા હતા. આ મામલે ફરિયાદ નોંધાયા બાદ પુનમિયા પર કેસ નોંધાયો છે. પુનમિયાનો કેસ મુંબઈ પોલીસ નાશિક પોલીસને ટ્રાન્સફર કરશે. પુનમિયાએ પોતાના પુત્ર સનીના નામે જમીન વ્યવહાર દર્શાવ્યો છે. પરંતુ આ જમીન સોદામાં રૂપિયા પરમબીર સિંહે આપ્યા હોવાની ચર્ચાએ જોર પકડયુ છે. પરમબીર સિંહે પિતા પુત્ર પુનમિયાનાં નામે જમીન ખરીદી હોવાની શંકા નાશિક પોલીસે વ્યકત કરી છે. હાલ સંજય પુનમિયા ખંડણીના કેસમાં મુંબઈ પોલીસની કસ્ટડીમાં છે. તેની કસ્ટડી પૂર્ણ થતાં નાશિક પોલીસ તેમની કસ્ટડી લઇ લેશે.
Published on: Wed, 13 Oct 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer