ભારતનો આર્થિક વિકાસ 9.5 ટકા રહેશે : આઈએમએફ

નવી દિલ્હી, તા. 12 : ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઈએમએફ)એ વર્તમાન નાણાવર્ષમાં ભારતના આર્થિક વૃદ્ધિદરનો વિકાસ 9.5 ટકાએ જાળવી રાખ્યો છે, જ્યારે વૈશ્વિક અર્થતંત્ર નાણાવર્ષ 2021માં પુરવઠાખેંચ અને કોવિડની સ્થિતિના પગલે 0.1 ટકા ઘટી 5.9 ટકા રહેવાની આગાહી કરી છે. આઈએમએફના વર્લ્ડ ઈકોનોમિક આઉટલૂક (ડબ્લ્યુઈઓ)માં ભારતના આવતા નાણાવર્ષના જીડીપીનો અંદાજ જુલાઈમાં થયેલી આગાહી મુજબ 8.5 ટકાએ યથાવત્ રાખ્યો છે. દરમિયાન, આઈએમએફએ ભારતને વિશ્વની સૌથી ઝડપી વિકસતી અર્થવ્યવસ્થા થવાની આગાહી કરી છે અને ચીનનો જીડીપી વિકાસ 0.1 ટકા આ વર્ષે અને આવતા નાણાવર્ષે ઘટીને અનુક્રમે આઠ ટકા અને 5.6 ટકા રહેવાની આગાહી કરી છે.
Published on: Wed, 13 Oct 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer