તાપસી પન્નુની બ્લર નું શૂટિંગ રિયલ લૉકેશન પર

તાપસી પન્નુની બ્લર નું શૂટિંગ રિયલ લૉકેશન પર
આ વર્ષે તાપસી પન્નુએ પોતાના નિર્માણ ગૃહ આઉટસાઈડર્સને લૉન્ચ કર્યું છે. આ નિર્માણ ગૃહ હેઠળ પ્રથમ ફિલ્મ બ્લરનું પ્રથમ શૂટિંગ શિડયુલ નૈનીતાલના મૉલ રૉડ પર યોજાયું હતું. હવે જાણવા મળ્યું છે કે આ ફિલ્મનું મોટા ભાગનું શૂટિંગ રિયલ લૉકેશન પર જ થશે અને તેમાં વારસાકીય સ્થાપત્યો વધુ જોવા મળશે. આગામી શિડયુલમાં રામગઢમાં આવેલા બરફાળ મુક્તેશ્વર પહાડોનું સૌંદર્ય કચકડે કંડારાશે. આ સાયકોલોજીકલ થ્રિલર ફિલ્મના દિગ્દર્શક અને નિર્માતા રિયલ લોકેશન પર શૂટિંગ કરવાનો આગ્રહ રાખે છે. રવિન્દ્રનાથ ટાગોરે ગીતાંજલિનો કેટલોક હિસ્સો અને મહાદેવી વર્માએ કેટલીક કૃતિઓનું જયાં સર્જન કર્યું છે તે અશોક વાટિકાના રાઈટર્સ બંગલોમાં પણ શૂટિંગ કરવામાં આવ્યું છે. ફિલ્મની પશ્ચાદ્ભુમાં કેટલીક ધરોહરો અને એકસો કરતાં પણ વધુ જૂના ઘરમાં જોવા મળશે. શૂટિંગ દરમયાન સ્થાનિકોએ શૂટિંગ કરવા માટે સારો એવો સહકાર આપ્યો હતો અને પોતાના ઘરમાં શૂટિંગ કરવા આવકાર્યા હતા. બ્લર 2022માં રજૂ થશે.
Published on: Thu, 14 Oct 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer