રીના મહેતાનું નવું સિંગલ નયના

રીના મહેતાનું નવું સિંગલ નયના
મ્યુઝિક આર્ટિસ્ટ રીના મહેતાના નવા સિંગલ નયનાની પ્રશંસા હંગામા આર્ટિસ્ટ અલાઉડે કરી છે. અર્થસભર શબ્દો ધરાવતાં આ ગીતમાં નાનપણથી પાંગરેલા પ્રેમની ગાથા છે. ગીતમાં શાળાકાળથી ઉદ્ભવેલી પ્રેમની લાગણીઓને રીનાના કર્ણમધુર કંઠમાં સુંદર રીતે વ્યક્ત કરવામાં આવી છે. આમાં પ્રેમમાં પરિણમતી મૈત્રીની ઉત્તમ રજૂઆત છે. રીના સિડનીમાં ડૉકટર છે અને અનુપ જલોટા સાથે આલ્બમ ભૂલ ના પાઓગે સાથે પરફોર્મ કર્યા બાદ બૉલીવૂડમાં લોકપ્રિય બની હતી. તેણે અમિત મિશ્રા સાથે બેચેનિયાં ગાયું છે. તેના આલ્બમ લેટ્સ ગૉ ડાન્સ અને મેરી આશિકી પણ સંગીતપ્રેમીઓને ગમ્યા હતા. હાલમાં તે મહિલા સશક્તીકરણની થીમ ધરાવતી ફિલ્મ સખા પર કામ કરી રહી છે. નયના ગીતના ગીતકાર મુકેશ સાવન. સંગીતકાર ઉમેશ મિશ્રા અને દિગ્દર્શક પ્રાંશુ શ્રીવાસ્તવ છે. ગીતમાં રીનાની સાથે દિલીપ ભાવેએ સ્વર આપ્યો છે.
Published on: Thu, 14 Oct 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer