કરણ જોહર- મિથુન ચક્રવર્તી હુન્નરબાઝ ના જજ

કરણ જોહર- મિથુન ચક્રવર્તી હુન્નરબાઝ ના જજ
કલર્સ ટીવીના આગામી રિયાલિટી શૉ હુન્નરબાઝ-દેશ કી શાનમાં ભારતના વિવિધ ખૂણે રહેલી પ્રતિભાઓને ઝળકાવવામાં આવશે. આ શૉના જજ તરીકે મિથુન ચક્રવર્તીની સાથે કરણ જોહરને લેવામાં આવ્યો છે. હાલમાં કરણે બિગબોસ ઓટીટીની પ્રથમ સીઝનનું સંચાલન કર્યું છે અને સારી એવી પ્રશંસા મેળવી હતી. જોકે, આ બે સેલિબ્રિટી જજની સાથે ત્રીજા જજ તરીકે કોને લેવા તેની શોધ નિર્માતા કરી રહ્યા છે. ત્રીજા જજ તરીકે કરિના કપૂર ખાન. નોરા ફતેહી તથા નેહા કક્કડ સહિતના ગાયકોના નામ પણ સૂચવવામાં આવ્યા છે. ડિસેમ્બર મહિનામાં આ શૉ ટીવી પર પ્રસારિત થશે. આમાં દેશના વિવિધ ભાગમાં રહેલા ગાયકો, વર્તકો થથા અન્ય પ્રતિભાને ઝળકવાની તક મળશે. રિયાલિટી શૉના અૉડિશનની પ્રક્રિયા હવે શરૂ થશે. નોંધનીય છે કે તે અગાઉ કલર્સ પરથી નવો રિયાલિટી ગેમ શૉ શરૂ થવાનો છે જેનો સંચાલક રણવીર સિંહ છે.

Published on: Thu, 14 Oct 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer