આઈપીએલ : દિલ્હીને હરાવી કોલકાતા ફાઇનલમાં

આઈપીએલ : દિલ્હીને હરાવી કોલકાતા ફાઇનલમાં
શારજાહ, તા. 13 : આઈપીએલ ક્વોલિફાયર-2ની રસાકસીભરી મૅચમાં આજે દિલ્હીને હરાવીને કોલકાતાએ ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. પહેલી ઇનિંગ્સમાં દિલ્હી કેપિટલ્સ ટીમે 20 ઓવરમાં પાંચ વિકેટે 135 રન કર્યા હતા. તેના જવાબમાં કોલકાતા નાઇટ રાઇડર્સની ટીમે છેલ્લી ઓવરના પાંચમાં બોલે સિક્સર ફટકારી શાનદાર જીત મેળવી હતી. કોલકાતા તરફથી ઓપનિંગ જોડી વેંકટેશ ઐયરે પંચાવન અને શુભમન ગીલે 46 રન કર્યા હતા. છેલ્લી ઓવરના પાંચમાં બોલે રાહુલ ત્રિપાઠીએ સિક્સર ફટકારી હતી અને કોલકાતાને ફાઇનલમાં પહોંચાડી હતી. કોલકાતાના સાત બેટ્સમેનોમાંથી છેલ્લા ચાર ખાતું પણ નહોતા ખોલાવી શક્યા.
કોલકતાના સુકાની ઇયોન મોર્ગનનો ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય યોગ્ય સાબિત થયો હતો. દિલ્હીના ટોચના ક્રમના બેટધરો કોલકતાની ચુસ્ત બોલિંગ સામે ખુલીને રમી શકયા ન હતા. શિખર ધવને સૌથી વધુ 36 રન 39 દડામાં 2 ચોકકા-1 છકકાથી કર્યાં હતા. આ સિવાય શ્રેયસ અય્યર 27 દડામાં 1 ચોકકા-1 છકકાથી 30 રને નોટઆઉટ રહ્યો હતો. પૃથ્વી શોએ 12 દડામાં 2 ચોકકા-1 છકકાથી 18 અને સ્ટોઇનિસે પણ 18 રનનું યોગદાન આપ્યું હતું. કેપ્ટન ઋષભ પંત (6) નિષ્ફળ રહ્યો હતો. હેટમાયર 17 રને રનઆઉટ થયો હતો. અય્યર (30) સાથે અક્ષર 4 રન અણનમ રહ્યા હતો. આથી દિલ્હીના પ વિકેટે 13પ રન બન્યા હતા. અય્યરે ઇનિંગના આખરી દડે છકકો ફટકાર્યોં હતો. કેકેઆર તરફથી વરૂણ ચક્રવર્તીએ 26 રનમાં બે વિકેટ લીધી હતી. ફરગ્યૂસન અને માવીને 1-1 વિકેટ મળી હતી.
Published on: Thu, 14 Oct 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer