કૉન્ફેડરેશન અૉફ અૉલ ઇન્ડિયા ટ્રેડર્સના ઉપપ્રમુખ તરીકે શરદ મારૂ

કૉન્ફેડરેશન અૉફ અૉલ ઇન્ડિયા ટ્રેડર્સના ઉપપ્રમુખ તરીકે શરદ મારૂ
મુંબઈ, તા. 13 : કૉન્ફેડરેશન અૉફ અૉલ ઇન્ડિયા ટ્રેડર્સના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે શરદ દેવરાજ મારૂની વરણી થઈ છે. મારૂ અત્યારે ધી ગ્રેન, રાઇસ ઍન્ડ અૉઇલ સીડ્સ મર્ચન્ટ્સ ઍસોસિયેશન (ગ્રોમા)ના પ્રમુખ છે. કેટ, ગ્રોમા અને નવી મુંબઈ મર્ચન્ટ્સ ચેમ્બરના સંયુક્ત ઉપક્રમે તાજેતરમાં યોજાયેલી મિટિંગમાં કેટના મહામંત્રી પ્રવીણ ખંડેલવાલજીએ મારૂની કેટના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે નિયુક્તિ ઘોષિત કરી હતી.
આ સભામાં કેટ-દિલ્હીના મહામંત્રી પ્રવીણ ખંડેલવાલ, મહામંત્રી શંકર ઠક્કર, મુંબઈ એકમના પ્રમુખ સુરેશ ઠક્કર, ગ્રોમા સંસ્થાના પ્રમુખ શરદકુમાર મારૂ અને પદાધિકારીઓ, રિટેલ ગ્રેન ડીલર્સ ઍસોસિયેશનના પ્રમુખ રમણીક છેડા, એપીએમસીના ડાયરેક્ટર નીલેશ વીરા તથા વિજય ભુતા અને નવી મુંબઈ મર્ચન્ટ્સ ચેમ્બરના ચૅરમૅન કીર્તિ રાણા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
Published on: Thu, 14 Oct 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer