20મી અૉક્ટોબરથી કૉલેજો-વિદ્યાપીઠો ખુલશે

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 13 : મહારાષ્ટ્રમાં બધી બિનકૃષિ વિદ્યાપીઠો, અભિમત (ડીમ્ડ) વિદ્યાપીઠો અને સ્વયં અર્થસહાયિત વિદ્યાપીઠો સાથે સંલગ્ન કૉલેજોમાં નિયમિત વર્ગો આવતી 20મી અૉક્ટોબરથી શરૂ થશે એવી જાહેરાત આજે ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ ખાતાના પ્રધાન ઉદય સામંતે કરી હતી.
ઉદય સામંતે આજે પત્રકારોને જણાવ્યું હતું કે જે વિદ્યાર્થીઓએ કોરોનાની રસીના બંને ડૉઝ લીધા છે તેઓ વિદ્યાપીઠ કે કૉલેજમાં પ્રત્યક્ષ હાજરી આપી શકશે. જે વિદ્યાર્થીઓએ કોરોનાની રસીના ડૉઝ લીધા નથી તેઓ માટે કૉલેજના પ્રાચાર્ય કે વિદ્યાપીઠના સક્ષમ અધિકારી રસી આપવા માટે ખાસ ઝુંબેશનું આયોજન કરશે. વિદ્યાપીઠ અને કૉલેજોના વર્ગો પૂર્ણ ક્ષમતાથી અથવા માત્ર 50 ટકા ક્ષમતાથી એ વિશેનો નિર્ણય વિદ્યાપીઠોએ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા સાથે વિચારવિનિમય કરીને પોતાના સ્તરે લેવો. જે કૉલેજ કે વિદ્યાપીઠો પ્રતિબંધિત વિસ્તારમાં છે તેઓ માટે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા આપત્તિ વ્યવસ્થાપન અને જિલ્લા કલેક્ટર સાથે ચર્ચા કરીને લેશે.
Published on: Thu, 14 Oct 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer