મહારાષ્ટ્ર સરકારી પ્રમોશનમાં અનામતને સમર્થન આપશે

મુંબઈ, તા. 13 (પીટીઆઈ) : મહારાષ્ટ્રના પ્રધાન મંડળે બુધવારે ઉચ્ચ પદો માટે એસસીએસ, એસટીએસ અને અન્ય અનામત શ્રેણીના કર્મચારીઓને સરકારી નોકરીઓમાં અનામતના ધોરણે પ્રમોશન આપવાના અહેવાલનું સમર્થન કરવાનો નિર્ણય લીધો છે.
કેબિનેટની મળેલી બેઠકમાં અનામત વર્ગના કર્મચારીઓ માટે પ્રમોશનમાં અનામતની નીતિને ટેકો આપવાનો નિર્ણય લીધો છે અને સુપ્રીમ કોર્ટમાં લાંબા અરસાથી વિલંબમાં પડેલા આ મામલા અંગે સરકાર એ અંગે રજૂઆત કરશે. આ અંગે સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ રજૂ કરાશે. કેબિનેટ મુખ્ય સચિવ સીતારામ કુંટે દ્વારા સાર્વજિનક નોકરીઓમાં ઉચ્ચ પદો માટે એસસીએસ, એસટીએસ અને પછાત વર્ગના વર્તમાન પ્રતિનિધિત્વ અંગે તૈયાર કરાયેલા રિપોર્ટ  પર ચર્ચા કરી હતી. અધિકારીએ જણાવ્યુ ંકે અહેવાલમાં જણાવાયું છે કે રાજ્યના કેડરમાં વરિષ્ઠ પદો પર આ સમુદાયોનું પર્યાપ્ત પ્રતિનિધિત્વ નથી એટલે મહારાષ્ટ્ર સરકારે પદોન્નતિમાં અનામતની માગણીને સમર્થન આપવાનો નિર્ણય લીધો છે.
Published on: Thu, 14 Oct 2021

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer